સત્સંગદીક્ષા આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી

સમગ્ર વિશ્વને અને પ્રત્યેક વ્યક્તિને પરમ શાંતિ અને પરમસુખ પ્રાપ્ત કરવાની સંજીવની મહંતસ્વામી મહારાજે સત્સંગદીક્ષા ગ્રંથરૂપે આપી. ૩૧૫ શ્લોકમાં નિબદ્ધ આ સત્સંગદીક્ષા ગ્રંથ એ ૧૧૦૦ થી વધારે વિષયોને સમાવે છે. સન્ ૨૦૨૦ માં પ.પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા રચાયેલ આ શાસ્ત્રનો અલ્પ સમયમાં જ વિશ્વભરમાં વ્યાપક સ્તર પર પ્રભાવ ફેલાયો છે. આજે સમસ્ત વિશ્વમાં લાખો સાધકો આ ગ્રંથનું નિત્યપઠન અને ચિંતન કરે છે. હજારો આબાલવૃદ્ધ જિજ્ઞાસુઓએ આ ગ્રંથને કંઠસ્થ કર્યો. આ ગ્રંથના યજ્ઞ, તુલાઓ અને સેમીનારો થયા. આજે ૨૦, ૦૦૦ થી વધુ વ્યક્તિઓ આ ગ્રંથનું ઓનલાઈન અધ્યયન કરી રહ્યા છે. આ ગ્રંથનો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સ્વાહિલી, તેલુગુ, ઉડીયા, કન્નડ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ, સ્પેનીશ, રશિયન, પોલિસ, બંગાળી, કેનેડિયન, બ્રેઈલલિપિ અને ઓસ્ટ્રેલિયન બ્રેઈલલિપિમાં અનુવાદો થયા. આ ગ્રંથનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં આવે તો તેમાં છૂપાયેલા જ્ઞાનસભર સિદ્ધાંતમૌકિતકોનું દર્શન બહુજનસુલભ થઈ શકે છે. આ આશાથી ‘સત્સંગદીક્ષા શાસ્ત્રમાં જીવન ઉન્નતિના વિવિધ દૃષ્ટિકોણ’ વિષયક પંચદિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન ૫ થી ૯ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન ‘આર્ષ શોધ સંસ્થાન’ ગાંધીનગર અને ‘બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય’ સારંગપુર દ્વારા કરવામાં આવ્યું હતું. અક્ષરધામ તુલ્ય સારંગપુર સ્થાન અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સંગોષ્ઠીમાં વિશ્વના કુલ ૬ દેશોના ૪૬ જેટલા વિદ્વાનોએ ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન સમારંભ

આ સત્સંગદીક્ષાના આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનો ઉદ્ધાટનવિધિ પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે તારીખ ૫ ઓક્ટોબરના રોજ પૂજાદર્શનમાં દીપપ્રાગટ્ય દ્વારા સંપન્ન થયો હતો. જેમાં સ્વામીશ્રીએ પ્રત્યેક શોધછાત્રને આપવા માટેના પ્રમાણપત્રો, આઇ-કાર્ડ તથા સ્મૃતિ ભેટ પ્રસાદીભૂત કર્યા હતા. આ સાથે Diploma in the Shrimad Bhagavad Gita and its Commentaries અને Diploma in Sanskrit Language આ બંને ઓનલાઈન કૉર્સનાં દ્વિતીય વર્ષના નૂતન સત્રનું ઉદ્ઘાટન પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ નૂતન સત્રમાં ભારત, ઓસ્ટ્રેલિયા, યુ.કે-યુરોપ, ગલ્ફ દેશો, અમેરિકા, કેન્યા, કેનેડા, યુગાન્ડા, સિંગાપોર વગેરે દેશોના ૧૮૧ જેટલા વિદ્યાર્થીઓ ૩૯૫ જેટલા જેટલી વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને દેશ-વિદેશનાં ૫૭૬ જેટલા વિદ્યાર્થીઓ આ કૉર્સમાં ભાગ લીધો હતો.

પ.પૂ. મહંતસ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, “શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓએ જે સનાતન જ્ઞાન આપ્યું છે તેનો સાર ટૂંકમાં આવી જાય એવો ગ્રંથ રચાય તેવી મારી ઇચ્છા હતી. આ ગ્રંથ રચવાનો હેતુ એ જ છે કે આ લોકમાં સૌ સુખી થાય અને પરલોકમાં પણ પરમ પ્રાપ્તિ થાય. આ ગ્રંથ ઉપર આજે આંતરરાષ્ટ્રીય સેમિનાર થઈ રહ્યો છે. એનાથી આનંદ થયો છે. આ તો ખૂણિયું જ્ઞાન હતું. ક્યાંય હાથમાં ન આવે પણ શાસ્ત્રીજી મહારાજે એવું બળ કર્યું કે આ મૂર્તિઓ પધરાવી દીધી; ને આ ગ્રંથ પર આજે આંતરરાષ્ટ્રીય સેમિનાર થઈ રહ્યો છે. કેટલી મોટી વાત કે’વાય! ખૂણિયું જ્ઞાન હતું તે ચોકમાં આવી ગયું. વિશ્વના ચોકમાં આવી ગયું. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને વિદ્વાનો આના પર સંશોધનપત્રો રજૂ કરશે. એનાથી ઘણા નવા દૃષ્ટિકોણ ખૂલશે અને બધાને લાભ થાશે.”

ત્યારબાદ ઉદ્ઘાટન સમારંભની મુખ્ય સભામાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી(તિરુપતિ)ના કુલપતિશ્રી ડૉ.મુરલીધર શર્મા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી ડૉ.લલિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. જેમાં કુલપતિશ્રી ડૉ.મુરલીધર શર્માએ આ ગ્રંથ અંગે જણાવ્યું હતું કે,

सत्संगदीक्षा जो किताब है उसके बारे में जब मैं पढ रहा था तो मैंने दो पेरामिटर से उसको जाँच किया है। एक तो श्रुति प्रामाणिकता, वैदिकता। और दूसरा है इस समय में इसका कितना प्रासंगिकता है। ये दोनों पेरामिटर्स के साथ जब हम सत्संगदीक्षा को जोडेंगे तो हमें लगता है सत्संगदीक्षा अत्यंत प्रासंगिक है, श्रुतिगर्भित है, अत्यंत वैदिक है और शास्त्र संमत है।

ડૉ. પૂ. આત્મતૃપ્તદાસ સ્વામીએ આ સેમિનારની થીમ ‘સત્સંગદીક્ષા શાસ્ત્ર: જીવન ઉન્નતિના વિવિધ દૃષ્ટિકોણ’ અંગે માર્ગદર્શન આપ્યુ હતું. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આ સેમિનાર અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામીએ કી-નોટ પ્રવચન આપ્યું હતું. અંતમાં સદ્ગુરુવર્ય પ.પૂ. વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

સેમિનાર વિગત

પાંચ દિવસ સુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં વિશ્વનાં જુદા જુદા વિશ્વવિદ્યાલયોનાં વિદ્વાનોએ ભાગ લીધો હતો જેમાં University of Toronto, University of Leeds, University of Cambridge, King’s College London, Harvard University, University of Chicago, University of California, University of Cape Town, South Africa, Maharaja Sayajirao University of Baroda શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે.

આ સેમિનારમાં ભારતથી ૩૪, અમેરિકાથી ૧૦, ઈંગ્લેડથી ૭, કેનેડાથી ૧ ફ્રાન્સથી ૧ અને સાઉથ આફ્રિકાથી ૧ એમ દેશ-વિદેશનાં કુલ ૪૬ વિદ્વાનોએ વિવિધ વિષયો પર શોધપત્રો રજૂ કર્યા હતા. જેમાં સત્સંગદીક્ષામાં તત્ત્વચર્ચા, પ્રમાણમીમાંસા, સાધના, મુક્તિની સાથે તેના ભાષાંતરણ અને વ્યાકરણને અવલંબીને શોધપત્રો પ્રસ્તુત થયા.

તદુપરાંત ગહન આધ્યાત્મિક વિચારો જેમ કે રાજીપાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, સાંખ્ય વિચાર, આત્મવિચાર, પરમાત્માના સર્વકર્તાપણાના વિચારોની સાથે બાળક-યુવા ઘડતર, પારિવારિક એકતા, વિશ્વ-સંવાદિતા વગેરે સામાજિક વિષયો ઉપર વિદ્વાનો દ્વારા શોધપત્રો રજૂ થયા.

આ પ્રત્યેક સત્રના અધ્યક્ષવિદ્વાનો દૂર-દૂરથી પધાર્યા હતા. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી(વેરાવળ)ના કાર્યકારી કુલપતિશ્રી ડૉ.લલિતભાઈ પટેલ, એમ.એસ. યુનિવર્સિટી(વડોદરા)ના સંસ્કૃત પાલી અને પ્રાકૃત ભાષા વિભાગના પૂર્વ અધ્યક્ષ રવીન્દ્ર પંડાજી, સાંદીપનિ સંસ્કૃત મહાવિદ્યાલય(નડિયાદ)ના પ્રધાનાચાર્ય શ્રી અમૃતલાલ ભોગાયતા, સરદાર પટેલ યુનિવર્સિટી(વિદ્યાનગર)ના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. નિરંજનભાઇ પટેલ, વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય(અમદાવાદ)ના પૂર્વ પ્રધાનાચાર્ય પ્રૉ.રામકિશોર ત્રિપાઠીજી, એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી(અમદાવાદ)ના પૂર્વ નિયામકશ્રી ડૉ.જીતેન્દ્રભાઈ શાહ, ગુર્જર પ્રદેશ સંસ્કૃત પાઠશાળા(ગાંધીનગર)ના પૂર્વ અધ્યક્ષ પ્રૉ. ગોવિંદભાઈ પટેલ, બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય(પોરબંદર)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. બિપિનભાઈ જોશી વગેરે અધ્યક્ષવિદ્વાનોએ આ સત્સંગદીક્ષા ગ્રંથ અને આ સેમિનારને ખૂબ બિરદાવ્યા હતા.

જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ નિરંજનભાઇ પટેલે સત્સંગ દીક્ષા ગ્રંથને વિવિધ દૃષ્ટિકોણથી વધાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, “સત્સંગદીક્ષા લોક કલ્યાણની ભૂમિકાએ રચાયો છે નિજની ઓળખ કરાવનાર છે. આધુનિક સ્મૃતિ છે. આદર્શ નાગરિક બનાવતું શાસ્ત્ર છે. આધુનિક માનવ ધર્મશાસ્ત્ર છે. ભારતીયતાનો બોધ કરાવનારું શાસ્ત્ર છે. તન મન અને ધન ની નિર્મળતાનો બોધ કરાવનાર છે. જીવન્મુક્તિનો અનુભવ કરાવે છે. ઉપનિષદના વ્યાવહારિક પક્ષને ઉજાગર કરે છે. જીવનને સત્યમ્ શિવમ્ સુન્દરમ્ કરી આપે છે. આ નૈતિક દાર્શનિક ગ્રંથ છે. ” નડિયાદ સાંદીપની સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી અમૃતલાલ ભોગાયતાએ જણાવ્યું હતું કે, “‘વેદાંતં યૌવનારૂઢં’ – ૪૬ પેપર પ્રેઝન્ટ કરનાર યુવાનો અને યુવતીઓ જ હતા જેઓ ૩૫ વર્ષથી નીચેની ઉંમરના હતા. આજે યુવાનોમાં વિવિધ સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે તેવા સંજોગોમાં મહંતસ્વામી મહારાજ દ્વારા વિરચિત સત્સંગદીક્ષા એક મોટું યોગદાન પણ કહી શકીએ.” એમ.એસ. યુનિવર્સિટી(વડોદરા)ના સંસ્કૃત પાલી અને પ્રાકૃત ભાષા વિભાગના પૂર્વ અધ્યક્ષ રવીન્દ્ર પંડાજી એ જણાવ્યું હતું કે, “આ ગ્રંથ બહુ સરળ ભાષામાં લખાયો છે, છતાં મને આ ગ્રંથ હજુ કઠિન લાગે છે. કેમ કે એક એક શબ્દ ખૂબ ગંભીર અર્થવાચક છે.” બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય(પોરબંદર)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. બિપિનભાઈ જોશી એ જણાવ્યું હતું કે, “આ ગ્રંથના આધારે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ કે આ ગ્રંથને આધારે ચાલનારો વ્યક્તિ કાયમ માટે સમાજમાં દીક્ષિત અને શિક્ષિત થઈને જ રહેશે. ક્યારેય એને ભ્રષ્ટ થવાનો ચાન્સ જ નથી. આટલી ગેરંટી આ ગ્રંથ આપે છે.” આમ, આ રીતે સેમિનાર ખૂબ સારી રીતે સંપન્ન થયો હતો.

સમાપન સમારંભ

આ સત્સંગદીક્ષાની આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનો સમાપનવિધિ પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સમ્પન્ન થયો હતો. પ.પૂ. મહંતસ્વામી મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, “આપણે તો લખી કાઢ્યું પણ એમાં સંશોધનપત્ર લખનાર ઊંડે ઊંડે ઊતર્યા. ને બધો ખજાનો, ખજાનામાંથી કાઢ કાઢ કર્યું છે. એ બધાને ધન્યવાદ છે… હજુ આગળ ને આગળ વધશે ને ઘણું બધું નીકળશે.” આ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનાં સમાપનવિધિની મુખ્ય સભામાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, અમદાવાદના કુલપતિશ્રી ડૉ.નવીનભાઈ શેઠ અને ગુજરાત યુનિવર્સીટી અમદાવાદના કુલપતિશ્રી ડૉ. હિમાંશુભાઈ પંડ્યા હાજર રહ્યા હતા. ડૉ. હિમાંશુ પંડ્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, “આનું રાષ્ટ્રનિર્માણમાં બહુ મોટું યોગદાન છે અને વર્ષો ને સદીઓ સુધી લોકો આને યાદ રાખશે.” અંતમાં સદ્ગુરુવર્ય પ.પૂ ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક આશીર્વાદ આપ્યા હતા.

આ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીની ફળશ્રુતિમાં સત્સંગ દીક્ષા ગ્રંથ અને ગ્રંથકાર પ્રગટ સત્પુરુષ મહંતસ્વામી મહારાજનો મહિમા સમજાયો. આ સેમિનારની સફળતા સત્પુરુષના આધારે છે તેની શબ્દાતીત અનુભૂતિ વર્ણવતા એમ.એસ. યુનિવર્સિટી(વડોદરા)ના સંસ્કૃત પાલી અને પ્રાકૃત ભાષા વિભાગના પૂર્વ અધ્યક્ષ રવીન્દ્ર પંડાજી એ જણાવ્યું હતું કે,

“मै महंतस्वामी महाराज को देख रहा था भक्तिपूर्वक और मेरे अंदर मैरी सब मानसिक क्रियाएँ स्तब्ध हो गई, लगता था जड बन गया हूँ। कितने भी प्रयत्न करो लेकिन निरंतर विचार चलते रहेंगे मन में। कोशिश नहीं करके, लेकिन वहीं बैठके (महंतस्वामी महाराज के पूजा दर्शन में) सब मानसिक द्वन्द्व बंद हो गए थे। और मैंने आज जीवन में पहली बार शांति की अनुभूति की। मैं बता नहीं सकता शब्दो में, अनुभूति ही प्रमाण है। आज मुझे दिव्य अनुभूति भव्य अनुभूति हुई। मैं फक्त देखता रहता था। कोई विचार ही नहीं था और जैसे शारीरिक तथा मानसिक संतुलन, हार्मोनि(Harmony) कहो या स्थिरता कहो एक प्रकार का निर्वेद था कोई वेदना ही नहीं थी। इन्द्रिय, मन, बुद्धि और मन शांत हो गया सिर्फ चेतना ही चलती थी। ईस अनुभूति को मैं सोचुंगा ‘परमा-शांति’”।

શોધાર્થીઓના અનુભવો

આ રીતે સમગ્ર પાંચ દિવસ દરમિયાન સત્સંગદીક્ષા ગ્રંથ આધારિત સંગોષ્ઠીમાં સહભાગી થયેલ શોધાર્થીઓએ પોતાની અનુભૂતિ વર્ણવતા કહ્યુ કે, “આ ભવ્ય કોન્ફરન્સ દ્વારા મને સ્પષ્ટ થયું કે એવો કોઈ પણ આધ્યાત્મિક વિષય બાકી નથી કે જે આ ગ્રંથમાં સમાવવામાં આવ્યો ન હોય.” તો વળી કોઈએ કહ્યુ કે, “એવું લાગે છે કે પાંચ દિવસની કોન્ફરન્સ માં ખાલી ૧% ઉપર જ બોલ્યા છીએ. સત્સંગદીક્ષા ગ્રંથના એક એક શબ્દ ઉપર કોન્ફરન્સ થઈ શકે એવો અનુભવ થયો.” કોઈને એવો અનુભવ થયો કે, “It also made me realize that Mahant Swami Maharaj provides the solutions to theological/philosophical debates which western scholars cannot.” ઘણા કહે છે કે, “હજુ તો આ ગ્રંથમાંથી માત્ર ૧% ટકા જ ચિંતન કરી શક્યા છીએ હજુ ૯૯% ચિંતન મનન બાકી છે.” આવી અનુભૂતિ દ્વારા ખૂબ સંક્ષિપ્ત એવા સત્સંગદીક્ષા ગ્રંથની ગહનતાનો અનુભવ સૌ કોઈ વિદ્યાર્થી તથા વિદ્વાનોએ કર્યો. આમ આ આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાને લીધે ખૂબ સફળ અને મહત્ત્વની બની રહી.

Conference Testimonials

Gallery

Swamishri engrossed in puja

Param Pujya Mahant Swami Maharaj and Swayamprakashdas Swami light the inaugural lamp for the Satsaṅgadīkṣā Conference

Swamishri sanctifies the Satsaṅgadīkṣā Conference’s Book of Abstracts

Swamishri blesses the audience

Dr. Viveksagardas Swami honouring the guests

Dr. Viveksagardas Swami honouring the guests

A chief guest engaged in Swamishri’s darśana

Guests doing darśana of Swamishri

Swamishri sanctifies a participant’s certificate

Chief guests during the opening ceremony

Dr. Atmatruptdas Swami addresses the conference

Dr. Atmatruptdas Swami addresses the conference

Prof. Dr. Murlidhar Sharma being honoured with a garland

Dr. Vivesagardas Swami, Mahamahopadhyaya Dr. Bhadreshdas Swami and Prof. Dr. Murlidhar Sharma during the opening ceremony

Dr. Vivesagardas Swami, Mahamahopadhyaya Dr. Bhadreshdas Swami and Prof. Dr. Murlidhar Sharma inaugurate the conference proceedings

Menu