Diploma in Sanskrit Learning and Teaching

અભ્યાસક્રમ

સનાતન વૈદિક સંસ્કૃતિ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વની આ મહાન વિરાસત હજારો વર્ષોથી તેની ભવ્યતા અને દિવ્યતાનો પરિચય કરાવતી આજે પણ પૂર્ણપણે જીવંત રહી છે, તેનું એક આગવું પરિબળ છે – સંસ્કૃતભાષા.

વિશ્વની તમામ ભાષાની જનની અને દેવભાષા તરીકે પ્રસિદ્ધ થયેલી આ ગીર્વાણગિરામાં સનાતન વૈદિક સંસ્કૃતિનું ભવ્ય અને દિવ્ય જ્ઞાન સમાયેલું છે. સંસ્કૃતભાષામાં વેદોનું વિજ્ઞાન, ઉપનિષદની બ્રહ્મવિદ્યા, ગીતાનું રહસ્ય કે બ્રહ્મસૂત્રનું બ્રહ્મજ્ઞાન સમાયેલું છે. તેથી સંસ્કૃતભાષાના અધ્યયનથી સંસ્કૃતિનું અધ્યયન સુગમ બની જાય છે. સંસ્કૃતના રક્ષણ અને પોષણમાં સંસ્કૃતિનાં રક્ષણ અને પોષણ સમાયાં છે.

આ અભ્યાસક્રમમાં ભારતવર્ષની અચળ પ્રતિષ્ઠા સમી સનાતન વૈદિક સંસ્કૃતિને જાણવા-માણવા અને તેનું જતન-સંવર્ધન કરવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે. શ્રેષ્ઠ છતાં સરળ સંસ્કૃતભાષાના અભ્યાસથી આ સમગ્ર સંસ્કૃતિની ધરોહરસમાં શાસ્ત્રોનું દુર્ગમ જ્ઞાન સુગમ અને હૃદયંગમ થશે. આ સાથે અન્ય વ્યક્તિને પણ સરળ સંસ્કૃત સમજાવવાની ક્ષમતા પ્રાપ્ત થશે.

સંસ્કૃત અધ્યયન અને અધ્યાપન સંબંધી આ અભ્યાસક્રમ સંપન્ન કર્યા પછી બીજા વર્ષે વધુ ઊંડાણપૂર્વક સંસ્કૃત અધ્યયન અને અધ્યાપન સંબંધી અભ્યાસક્રમ ‘Diploma in Advanced Sanskrit Learning and Teaching’ માં પણ જોડાઈ શકાશે.

આ અભ્યાસક્રમમાં પ્રાપ્ત થશે

 • શાસ્ત્રાભ્યાસ માટે ઉપયોગી સંસ્કૃતભાષાનું જ્ઞાન
 • સંસ્કૃતભાષાના વાંચન-લેખન, વાર્તાલાપ તથા અધ્યાપનની વિશિષ્ટ તાલીમ
 • વાગ્વર્ધિની સભામાં સંસ્કૃત પ્રવચન, સંવાદ, સંગોષ્ઠિ વગેરે દ્વારા અભિવ્યક્તિની તક
 • સંસ્કૃત ભાષાના અભિજ્ઞ અને અધ્યાપનમાં પ્રવીણ યુવા અધ્યાપકોનું માર્ગદર્શન
 • વ્યાકરણનાં ગહન રહસ્યોને સરળતાથી સમજવા માટેનો અમૂલ્ય અવસર

પ્રસ્તુતકર્તા

BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી

ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ સમગ્ર વિશ્વફલક પર લહેરાવ્યો છે. સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય સંકુલમાં જ તેઓએ સમગ્ર વિશ્વના જ્ઞાનપિપાસુઓ માટે ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન’ ની સ્થાપના કરી છે, જ્યાંથી સનાતન વૈદિક જ્ઞાનના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન થઈ રહ્યું છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણા તથા આશીર્વાદથી આ અભ્યાસક્રમનો આરંભ ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, નવી દિલ્હી’થી થઈ રહ્યો છે.

પ્રતિભાવ

સામાન્ય રીતે સંસ્કૃત ભાષા જાણવી ઘણી કઠણ માનવામાં આવે છે. પરંતુ આ અભ્યાસક્રમમાં જોડાયા પછી વિદ્યાર્થીઓનો અનુભવ રહ્યો છે કે સંસ્કૃતભાષાનું અધ્યયન ખૂબ સરળ અને રોચક છે.

અહીં વિદ્યાર્થીઓના કેટલાક અનુભવો પ્રસ્તુત છે.

અભ્યાસ પદ્ધતિ

 • એક અથવા બે સપ્તાહમાં એક વર્ગ અપલોડ કરવામાં આવશે, જેને આપના અનુકૂળ સમયે જોઈ શકશો.
 • સપ્તાહમાં બે લાઇવ વર્ગો થશે. આ પૈકી એક વર્ગમાં સ્વાધ્યાયનું પરીક્ષણ, પ્રશ્નોત્તરી વગેરે દ્વારા સંસ્કૃત વ્યાકરણ અને ઉચ્ચારણની તાલીમ પ્રાપ્ત થશે. તેમજ બીજા વર્ગમાં સંસ્કૃતભાષામાં વાર્તાલાપ તેમજ અધ્યાપનની તાલીમ પ્રાપ્ત થશે.
 • પ્રત્યેક સપ્તાહમાં એક લાઈવ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે.
 • લાઈવ વર્ગો સપ્તાહના દિવસોમાં ભારતીય સમય અનુસાર સવાર, બપોર અને સાંજે ગોઠવાશે; જેમાં દરેક દેશના સમયની અનકૂળતા થાય તે માટે પૂરતો પ્રયાસ કરવામાં આવશે.
 • સમયે સમયે વાગ્વર્ધિની સભા જેવાં વિવિધ આયોજનો દ્વારા સંસ્કૃતભાષામાં વધુ ઊંડાણ પ્રાપ્ત કરવાનો અવસર મળશે.

અભ્યાસક્રમના વિભાગ

વિભાગ 1લેખન અભિયોગિતા

વિભાગ 2સંભાષણ અભિયોગિતા

વિભાગ 3પાઠન અભિયોગિતા


અભ્યાસની સામગ્રી

વિડિયો વર્ગ
વિડિયો વર્ગ
અભ્યાસક્રમ સાહિત્ય
અભ્યાસક્રમનું સાહિત્ય
આંતરિક પરીક્ષા
સમયાંતરે પરીક્ષા

પરીક્ષા પદ્ધતિ

કુલ ત્રણ વિષયોની પરીક્ષા લેવામાં આવશે: લેખન અભિયોગિતા, સંભાષણ અભિયોગિતા, અને પાઠન અભિયોગિતા આ સંબંધી વિશેષ વિગતો આ પ્રમાણે છે.
પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી, સંસ્કૃત.

ક્રમ વિષય (કુલ 100 ગુણ) આંતરિક પરીક્ષા (30 ગુણ) વાર્ષિક પરીક્ષા (70 ગુણ)
લેખન અભિયોગિતા સત્રાંત પરીક્ષા વૈકલ્પિક પ્રશ્ન (MCQs)
સંભાષણ અભિયોગિતા વાગ્વર્ધિની સભા મૌખિક પરીક્ષા (Oral)
પાઠન અભિયોગિતા એસાઈન્મેન્ટ પાઠન પરીક્ષા (Teaching)

સંદેશાવ્યવહારની પદ્ધતિ

અભ્યાસક્રમ માટે સંદેશાવ્યવહાર પ્રાયઃ આ અભ્યાસક્રમ માટે બનાવેલા ટેલિગ્રામ ગૃપ દ્વારા રહેશે. ટેલિગ્રામ ગૃપ દ્વારા અભ્યાસક્રમની અપડેટ્સ, મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ અને સૂચનાઓ જણાવવામાં આવશે. આ ટેલિગ્રામ ગૃપનો હેતુ એ છે કે તમામ વિદ્યાર્થીઓ સરળતાથી સંદેશાઓ મેળવી શકે અને મહત્ત્વપૂર્ણ માહિતીથી સતત અવગત રહી શકે. અંતિમ પરીક્ષાઓ જેવા મુખ્ય પ્રસંગો સંબંધિત સૂચનાઓ ઈ-મેઈલ દ્વારા પણ પહોંચાડવામાં આવશે.

પ્રમાણપત્ર

અભ્યાસક્રમના પ્રત્યેક સત્ર બાદ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીને BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા અભ્યાસ પૂર્ણ થયા બાદ ઓનલાઈન પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 50% ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે. 90%, 80% તથા 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ક્રમશઃ વિશેષ યોગ્યતા, પ્રથમ શ્રેણી તથા દ્વિતીય શ્રેણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

અભ્યાસક્રમમાં જોડાવા માટેની યોગ્યતા

 • 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા કોઈપણ વ્યક્તિ આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે.
 • પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા વિદ્યાર્થી ધોરણ 12 કે તેની સમકક્ષમાં ઉત્તીર્ણ હોવા અનિવાર્ય છે.

અભ્યાસક્રમની પૂર્ણતા માટે આવશ્યક બાબતો

વિદ્યાર્થીએ પ્રત્યેક વર્ગની વિડીયો જોવી અને અભ્યાસસાહિત્યનું પઠન કરવું. પ્રત્યેક સપ્તાહમાં થતા લાઈવ વર્ગોમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે. દરેક વિભાગના અંતે વિભાગીય પરીક્ષા આપવી તથા અભ્યાસક્રમના અંતે અંતિમ પરીક્ષા આપીને 50% થી વધુ ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે.

પ્રવેશ પ્રકિયા

ફોર્મ ભરવું

ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવું.

ફી ભરવી*

પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસક્રમની ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકશે.

કોર્સ શરૂ કરો

ફી ભર્યાની ખાતરી થયા બાદ આપ અભ્યાક્રમમાં જોડાઈ જશો.

આ કોર્સમાં જોડાવા માટેની નોંધણી હાલમાં બંધ છે.
આગામી અભ્યાસક્રમ જૂન ૨૦૨૫માં શરુ થશે.
આગામી અભ્યાસક્રમમાં જોડાવા માટેની નોંધણી મે ૨૦૨૫માં શરું થશે.

*આ અભ્યાસક્રમની ફી અપ્રતિદેય (Non-Refundable) છે.

આ કોર્સ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ ૨૫ મે, ૨૦૨૪ છે.

આ કોર્સ ૩ જુન, ૨૦૨૪થી શરૂ થશે.

આ કોર્સ ૧ જુન, 2023થી શરૂ થશે. કોર્સમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અત્યારે ચાલુ છે.

કોર્સમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૫ મે, ૨૦૨૪થી શરૂ થશે.

રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ ૨૫ મે, ૨૦૨૩ છે.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.
Menu