અભ્યાસક્રમની ઝાંખી

સત્સંગદીક્ષા એક આધ્યાત્મિક સ્મૃતિ શાસ્ત્ર છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત આ શાસ્ત્ર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન કરે છે અને મુક્તિનો માર્ગ દર્શાવે છે. આ સત્સંગદીક્ષા શાસ્ત્ર ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથના એક ભાગરૂપે સમાયેલ છે, જે આચારપદ્ધતિ, તત્ત્વજ્ઞાન અને સત્સંગના સિદ્ધાંતોના વિવિધ આયામોને વિશદતાથી શાસ્ત્રીય શૈલી દ્વારા નિરૂપણ કરે છે. આ શાસ્ત્રને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યું છે. આ અભ્યાસક્રમમાં સત્સંગદીક્ષા શાસ્ત્રનું માહાત્મ્ય અને તેમાં આવતા સિદ્ધાંતોનું અધ્યયન થશે. શ્લોકોની ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત થશે અને તેમાં રહેલાં રહસ્યોનું જ્ઞાન આપવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી પર્વના ભાગરૂપે ઉદ્ઘાટિત, આ સાંપ્રતકાલીન શાસ્ત્ર માનવ જીવનની દૈનિક સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરે છે. સત્સંગદીક્ષા શાસ્ત્રના ૩૧૫ સંક્ષિપ્ત શ્લોકોમાં વૈદિક સનાતન ધર્મનો અર્ક, સકલ શાસ્ત્રોનો સાર અને ભક્તિની પરંપરાનો સમાવેશ છે. આ સર્વગ્રાહી શાસ્ત્ર સામાજિક સમરસતાનું પોષણ કરે છે. સત્સંગદીક્ષામાં દર્શાવેલ નૈતિક વર્તન, સામાજિક વ્યવહાર અને આધ્યાત્મિક જ્ઞાનના ઉપદેશોનું પાલન આજે વ્યાપક સાધકવર્ગ દ્વારા કરવામાં આવે છે.

નિષ્ણાતોની નિશ્રા

વિદ્વાનો દ્વારા અધ્યાપન

અનુકૂળ સમયે અધ્યયન

૧૦૦% ઓનલાઇન

અપેક્ષિત સાપ્તાહિક પ્રયાસ

અઠવાડિયામાં ૨ થી 3 કલાક

કોર્સનો સમયાવધિ – ૧ વર્ષ

અભ્યાસનાં સત્રો – ૪

આ કોર્સ દરમિયાન

અક્ષરપુરુષોત્તમ દર્શનનાં મૂળ સિદ્ધાંતો અને નિત્ય સાધનાઓ સમજાશે.

વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુપરંપરાનાં વચનોના આધારે સત્સંગદીક્ષાના શ્લોકોનાં રહસ્યોની સમજૂતી પ્રાપ્ત થશે.

સાંપ્રત નૈતિક અને સામાજિક સિદ્ધાંતોનું સત્સંગદીક્ષાના ઉપદેશોના આધારે વિશ્લેષણ થશે.

શાસ્ત્રના આધારે મૂલ્યો અને સદાચારની પુષ્ટિ થશે.

કોર્સની વિગતો

અભ્યાસક્રમ સામગ્રી

કોર્સ દરમિયાન વીડિયો વ્યાખ્યાનો (લેક્ચર), પ્રેક્ટિસ ક્વિઝ અને વાંચન સામગ્રી આપવામાં આવશે.

સમય

દર અઠવાડિએ વિદ્યાર્થીઓને અધ્યયન માટે ૨-૪ વ્યાખ્યાનો અપલોડ કરવામાં આવશે જે તેમની અનુકૂળતા મુજબ જોઈ શકાશે. આ તમામ સામગ્રીઓ અભ્યાસક્રમની સમયાવધિ સુધી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે. આ કોર્સની સમયાવધિ ૧ વર્ષ સુધીની રહેશે.

ભાષા

અધ્યાપનનું માધ્યમ: ગુજરાતી
અધ્યયન સામગ્રી અને પરીક્ષા: ગુજરાતી
અગત્યની નોંધ: આપને અનુકૂળ ભાષાના અભ્યાસક્રમમાં નોંધણી કરો જેનાથી અભ્યાસક્રમની સામગ્રી અને પરીક્ષાઓ આપે પસંદ કરેલી ભાષામાં પ્રાપ્ત થાય.

પરીક્ષા પદ્ધતિ

બહુવૈકલ્પિક ક્વિઝ (Multiple Choice Quiz) દ્વારા વિદ્યાર્થીઓ નિયમિતપણે સ્વપરીક્ષણ કરી શકશે. સમગ્ર કોર્સ દરમિયાન ચાર સત્રાન્ત (સેમેસ્ટરની) પરીક્ષાઓ લેવામાં આવશે.

પ્રમાણપત્ર

પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના અંતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે.

અભ્યાસક્રમ યોગ્યતા

વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જરૂરી છે.

કોર્સની વિગતો

પાઠ્યક્રમ સામગ્રી

Satsang-Diksha Adhyayan
English

सत्संगदीक्षा अध्ययन
हिंदी

સત્સંગદીક્ષા અધ્યયન
ગુજરાતી

અભ્યાસક્રમનાં ત્રણે ભાષાઓનાં વીડિયો લેકચર ગુજરાતીમાં જ રહેશે.
આપને અનુકૂળ ભાષાના અભ્યાસક્રમમાં નોંધણી કરો
જેનાથી અભ્યાસક્રમની સામગ્રી અને પરીક્ષાઓ આપે પસંદ કરેલી ભાષામાં પ્રાપ્ત થાય.

આ કોર્સમાં જોડાવા માટેની નોંધણી આગામી અભ્યાસક્રમના આરંભ સુધી બંધ છે.

Menu