સત્સંગદીક્ષા અધ્યયન

પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત
આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોને નિરૂપતા શાસ્ત્રનું અધ્યયન

અભ્યાસક્રમ

‘સત્સંગદીક્ષા’ શાસ્ત્ર ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં સ્વહસ્તે લખેલું શાસ્ત્ર છે.

આ શાસ્ત્ર પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોને પ્રસ્તુત કરે છે. આ ગ્રંથને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યો છે. આ સત્સંગદીક્ષા ગ્રંથ ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથના એક ભાગરૂપે સમાયેલો છે. ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ સ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલા સિદ્ધાંતો અને ભક્તિના વિવિધ આયામોને વિશદતાથી શાસ્ત્રીય શૈલીએ નિરૂપતું શાસ્ત્ર છે.

પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી પર્વના ભાગરૂપે ઉદ્ઘાટિત, આ સાંપ્રતકાલીન શાસ્ત્ર માનવ જીવનની દૈનિક સમસ્યાઓનું સમાધાન પ્રદાન કરે છે. સત્સંગદીક્ષા શાસ્ત્રના ૩૧૫ સંક્ષિપ્ત શ્લોકોમાં વૈદિક સનાતન ધર્મનો અર્ક, સકલ શાસ્ત્રોનો સાર અને ભક્તિની પરંપરાનો સમાવેશ છે. આ સર્વગ્રાહી શાસ્ત્ર સામાજિક સમરસતાનું પોષણ કરે છે. સત્સંગદીક્ષામાં દર્શાવેલ નૈતિક વર્તન, સામાજિક વ્યવહાર અને આધ્યાત્મિક જ્ઞાનના ઉપદેશોનું પાલન આજે વ્યાપક સાધકવર્ગ દ્વારા કરવામાં આવે છે.

સત્સંગદીક્ષા અધ્યયન – આ અભ્યાસક્રમમાં સત્સંગદીક્ષા શાસ્ત્રનું માહાત્મ્ય અને તેમાં આવતા સિદ્ધાંતોનું અધ્યયન થશે. શ્લોકોની ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત થશે અને તેમાં રહેલાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થશે.

આ અભ્યાસક્રમમાં...

  • અક્ષરપુરુષોત્તમ દર્શનનાં મૂળ સિદ્ધાંતો અને નિત્ય સાધનાઓ સમજાશે.
  • વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુપરંપરાનાં વચનોના આધારે સત્સંગદીક્ષાના શ્લોકોનાં રહસ્યોની સમજૂતી પ્રાપ્ત થશે.
  • સાંપ્રત નૈતિક અને સામાજિક સિદ્ધાંતોનું સત્સંગદીક્ષાના ઉપદેશોના આધારે વિશ્લેષણ થશે.
  • શાસ્ત્રના આધારે મૂલ્યો અને સદાચારની પુષ્ટિ થશે.

પ્રસ્તુતકર્તા

BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી

ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ સમગ્ર વિશ્વફલક પર લહેરાવ્યો છે. સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય સંકુલમાં જ તેઓએ સમગ્ર વિશ્વના જ્ઞાનપિપાસુઓ માટે ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન’ ની સ્થાપના કરી છે, જ્યાંથી સનાતન વૈદિક જ્ઞાનના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન થઈ રહ્યું છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણા તથા આશીર્વાદથી આ અભ્યાસક્રમનો આરંભ ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, નવી દિલ્હી’થી થઈ રહ્યો છે.

પ્રતિભાવ

સત્સંગદીક્ષા અધ્યયનથી અનેકના જીવનમાં પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોની સ્પષ્ટતા થઈ છે. અહીં એવા કેટલાંક અભ્યાસુઓના સ્વાનુભવ પ્રસ્તુત છે.

કાર્યક્રમ

દર અઠવાડિએ વિદ્યાર્થીઓને અધ્યયન માટે બે અથવા ચાર વીડિયો વ્યાખ્યાનો અપલોડ કરવામાં આવશે. જે તેમની અનુકૂળતા મુજબ જોઈ શકાશે. તદુપરાંત અભ્યાસની અનુકૂળતા માટે તે વર્ગના અભ્યાસનું સાહિત્ય pdfના સ્વરૂપમાં અપલોડ કરવામાં આવશે. આ તમામ સામગ્રીઓ અભ્યાસક્રમની સમયાવધિ સુધી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે. પ્રત્યેક વર્ગના અંતે સ્વમૂલ્યાંકન માટે બહુવૈકલ્પિક ક્વિઝ (Multiple Choice Quiz) પ્રશ્નમાળા પણ અપલોડ કરવામાં આવશે. પ્રત્યેક સત્રના અંતે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર કોર્સ દરમિયાન ચાર સત્રાન્ત (સેમેસ્ટર) પરીક્ષાઓ લેવામાં આવશે.

અભ્યાસક્રમના વિભાગ

વીડિયો વ્યાખ્યાન

અભ્યાસક્રમ સાહિત્ય

સ્વમૂલ્યાંકન પરીક્ષા (દરેક શ્લોક-નિરૂપણના વર્ગ બાદ)

પૂર્વપરીક્ષા – પ્રીટેસ્ટ (દરેક સત્રના અંતે સત્રાંત પરીક્ષાના એક અઠવાડિયા પૂર્વ)

સત્રાંત પરીક્ષા (દર ત્રણ મહિને, એમ મળીને કુલ ૪ સત્રાંત પરીક્ષાઓ)

સંદેશવ્યવહારની પદ્ધતિ

અભ્યાસક્રમ માટે સંદેશવ્યવહાર પ્રાયઃ આ અભ્યાસક્રમ માટે બનાવેલા ટેલિગ્રામ ગૃપ દ્વારા રહેશે. ટેલિગ્રામ ગૃપ દ્વારા અભ્યાસક્રમની અપડેટ્સ, મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ અને સૂચનાઓ જણાવવામાં આવશે. આ ટેલિગ્રામ ગૃપનો હેતુ એ છે કે તમામ વિદ્યાર્થીઓ સરળતાથી સંદેશાઓ મેળવી શકે અને મહત્ત્વપૂર્ણ માહિતીથી સતત અવગત રહી શકે. અંતિમ પરીક્ષાઓ જેવા મુખ્ય પ્રસંગો સંબંધિત સૂચનાઓ ઈ-મેઈલ દ્વારા પણ પહોંચાડવામાં આવશે.

પ્રમાણપત્ર

પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના અંતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા માન્ય પ્રમાણપત્ર આપવામાં આવશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ન્યૂનતમ ૫૦% ગુણાંક અનિવાર્ય છે. ૯૫%, ૯૦% કે ૮૦%થી અધિક ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અનુક્રમે વિશેષ યોગ્યતા, પ્રથમ શ્રેણી કે દ્વિતીય શ્રેણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

અભ્યાસક્રમમાં જોડાવા માટેની યોગ્યતા

  • 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ આ અભ્યાસક્રમમાં પ્રવેશને પાત્ર છે.

અભ્યાસક્રમની પૂર્ણતા માટે આવશ્યક બાબતો

વિદ્યાર્થી પ્રત્યેક વર્ગની વીડિયો જુએ અને અભ્યાસ સાહિત્યનું પઠન કરે. એક વર્ગના અધ્યયન બાદ જ ત્યારપછીના વર્ગની વીડિયો તથા સામગ્રી જોઈ શકાશે. પ્રત્યેક સત્રના અંતે સત્રાંત પરીક્ષા થશે. સત્રાંત પરીક્ષામાં પ્રાપ્ત ગુણાંકને આધારે યથાયોગ્ય શ્રેણી પ્રાપ્ત થશે. અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે ૫૦%થી અધિક ગુણાંક હોવા આવશ્યક છે.

પ્રવેશ પ્રક્રિયા

ફોર્મ ભરો

ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવું.

ફી ભરો*

અભ્યાસક્રમની ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે.

કોર્સ શરૂ કરો

ફી ભર્યાની ખાતરી થયા બાદ આપ અભ્યાક્રમમાં જોડાઈ જશો.

આ કોર્સ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ ૨ જૂન, ૨૦૨૪ છે.

આ કોર્સ ૩ જુન, ૨૦૨૪ થી શરૂ થશે.

*આ અભ્યાસક્રમની ફી અપ્રતિદેય (Non-Refundable) છે.

આ કોર્સ ૩ જુન, 202૪થી શરૂ થશે. કોર્સમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અત્યારે ચાલુ છે.

રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ ૨૫ મે, ૨૦૨૪ છે.

આ કોર્સમાં જોડાવા માટેની નોંધણી આગામી અભ્યાસક્રમના આરંભ સુધી બંધ કરવામાં આવી છે.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.

Menu