આર્ષ ત્રૈમાસિક પ્રવચન શતક સમારોહ’ યોજાયો

‘આર્ષ’ શોધ સંસ્થાન, અક્ષરધામ, ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા (1997-2022) ૨૫ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષ્યમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન-ચિંતન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે.

સને 1997 થી પ્રારંભ થયેલ આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળામાં અત્યાર સુધી 99 પ્રવચનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ છે, આ કાર્યક્રમ અંતર્ગત સોમું પ્રવચન તથા સમગ્ર પ્રવચનોને સાંકળીને ‘આર્ષ ત્રૈમાસિક પ્રવચન શતક સમારોહ’ તા.15/02/2023 સ્વામિનારાયણ મંદિર, દાદર, મુંબઈ યોગી સભાગૃહ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સોમું પ્રવચન દર્શન-ચિંતન અંગે હતું. જેનું શીર્ષક હતું अक्षरपुरुषोत्तम दर्शन के प्रवर्तन में प्रमुख स्वामी महाराज का योगदान।

આ કાર્યક્રમની શરૂઆત પરમ પૂ. મહંતસ્વામી મહારાજ દ્વારા સવારે પૂજા-દર્શન બાદ દીપપ્રાગટ્યથી થઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન ચાર સત્રોમાં વિદ્વાન વક્તાઓ અને સત્રાધ્યક્ષોની ઉપસ્થિતિમાં વ્યક્તિવિશેષ, દર્શન-ચિંતન, શાસ્ત્ર, અને સામાજિક સમસ્યા – વિષયો આવરી અનુક્રમે 1) श्रीमद् भागवत में वर्णित गुणों के धारक प्रमुख स्वामी महाराज, 2) तमसो मा ज्योतिर्गमय, 3) वेदकालीन स्त्रीजीवन અને पारिवारिक एकता का मूल्य एवं उसका उपाय પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અનુક્રમે શ્રી સોમનાથ સંસ્કૃત કોલેજ, વેરાવળ, ગુજરાતના પ્રાચાર્ય, પ્રો.ડૉ. નરેન્દ્ર પંડ્યા; ધુલે-મહારાષ્ટ્રના મહાન ચિંતક અને પ્રસિદ્ધ વક્તા ડૉ. પ્રકાશ પાઠક; પૂર્વ તત્ત્વજ્ઞાન વિભાગાધ્યક્ષ, મુંબઈ યુનિવર્સિટીના પ્રો.ડૉ. શુભદા જોષી અને સુરતના શિક્ષણવિદ્ અને મોટિવેશનલ વક્તા શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ વક્તા તરીકે તેમજ અનુક્રમે મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામી; સત્યધ્યાન વિદ્યાપીઠ, મુલુંડ, મુંબઇના અધ્યક્ષ ડૉ. વિદ્યાસિંહાચાર્ય મુંબઇ યુનિવર્સિટી તત્વજ્ઞાન વિભાગના ફેકલ્ટી, પ્રો.ડૉ. પૂર્ણિમા દવે અને ડૉ. પૂ. સદગુરુ વિવેકસાગરદાસ સ્વામી સત્રાધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે 6 થી 8 સમય દરમ્યાન મુખ્ય શતક પ્રવચન તેમજ સમાપન સત્રનું આયોજન થયું હતું. આ વિશેષ પ્રવચન શતક સમારોહમાં પ્રવચનના મુખ્ય વક્તા તરીકે આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. પૂ. આત્મતૃપ્તદાસ સ્વામી, આમંત્રિત સોમૈયા ઇન્સટીટ્યુટ ઓફ ધર્મ સ્ટડીઝના સહાયક પ્રોફેસર ડૉ. રુદ્રાક્ષ સાકરીકરે અને અતિથિવિશેષ મુંબઇ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી, શ્રી રાજન વેલુકર હતા. આર્ષ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી અને સ્વામિનારાયણ મંદિર, મુંબઇના પૂ. ભક્તિપ્રિયદાસ સ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સંચાલકશ્રીએ તમામ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. સમાપન સત્રમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પહાર, શાલ અને સ્મૃતિ ભેટથી સન્માન કરવામાં આવ્યું હતું.

શતક પ્રવચનના મુખ્ય વક્તા પૂ. આત્મતૃપ્તદાસ સ્વામીએ अक्षरपुरुषोत्तम दर्शन के प्रवर्तन में प्रमुख स्वामी महाराज का योगदान વિષયક પર વાત કરતાં જણાવ્યું કે,

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં અનેક સમસ્યાઓથી પીડિત સમુદાયને માટે સામાજિક ચેતના ફેલાવી છે. અક્ષરપુરુષોત્તમ દર્શનનું વૈદિક જ્ઞાન પ્રવર્તાવ્યું છે. સનાતન ધર્મના સિદ્ધાંતોને લોકોના હૃદયમાં સ્થાપી અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રસ્થાપન કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે 1200 થી અધિક મંદિરોના માધ્યમથી અક્ષર-પુરુષોત્તમની મૂર્તિમંત મૂર્તિઓ પધરાવી અક્ષરપુરુષોત્તમ દર્શનનું જ્ઞાનનું પ્રવતાવ્યુ છે. 1974 થી પ્રમુખસ્વામી મહારાજે અનેક ગામડાઓમાં વિચરણ કરી નાના નાના બાળકોને કેવી રીતે પૂજા કરવી વગેરે બધી જ વિધિ શીખવાડી અક્ષરપુરુષોત્તમ દર્શનનું જ્ઞાન પાયામાં આપેલ છે.

તેમણે શાસ્ત્રો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનનું પોષણ થાય તે માટે સંતોને અભ્યાસ કરાવી તેમની પાસે શાસ્ત્રોનું નિર્માણનું કરાવ્યું. પૂ. શ્રુતિપ્રકાશ સ્વામીએ 19 હજાર શ્લોકના અક્ષરપુરુષોત્તમ માહાત્મ્ય વગેરે ગ્રંથો તેમજ પૂ. ભદ્રેશ સ્વામીએ પ્રસ્થાનત્રયીના ભાષ્યોની ભેટ આપી. આટલેથી ન અટકતાં ભારતભરના વિદ્વાનો સમક્ષ આ પ્રસ્થાનત્રયી ગ્રંથોની મુક્તરૂપથી ચર્ચા કરાવી. વિદ્વાનોએ મહિનાઓ સુધી તેનો તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી તેને માન્યતા આપી. કાશી વિદ્વત પરિષદે એક સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શન છે તેની પુષ્ટિ કરી. અનેક દેશ-વિદેશની યુનિવર્સિટીઓએ તેને અભ્યાસક્રમમાં પણ સામેલ કરેલ છે. પ્રમુખ સ્વામી મહારાજે આર્ષ શોધ સંસ્થાન ગાંધીનગર, શ્રીસ્વામિનારાયણ શોધ સંસ્થાન દિલ્હી તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય સારંગપુરની આ માટે ભેટ આપી.

મહંત સ્વામી મહારાજે ગુરુના જ માર્ગને આગળ વધાર્યો છે. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનામાં સપડાયેલું હતું તે સમયે તેમણે 315 શ્લોકમાં સત્સંગદીક્ષા ગ્રંથની રચના કરી અક્ષરપુરુષોત્તમ દર્શનને વેગ અપાવ્યો. એટલેથી ન અટકતાં સૌ ભક્તજનોને સત્સંગદીક્ષા ગ્રંથને મુખપાઠ કરવાની આજ્ઞા કરી અને સૌ બાળ-બાલિકા, યુવા-યુવતી સૌ પાસે કંઠસ્થ કરાવ્યા. અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને સમાવતી કારિકાઓનો પણ મુખપાઠ સેકડોને મુખપાઠ કરાવ્યો. વળા આધુનિક સમયને અનુરૂપ સમયમાં ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન વર્ગો શરૂ કરાવ્યા.

પ્રકાશ પાઠકે વાત કરતાં જણાવ્યું કે,

પ્રમુખસ્વામી મહારાજે વિચાર અને આચાર દ્વારા સમાજને ઉજાસ તરફ દોર્યો છે. સંપર્ક, સહવાસ, સંસ્કાર દ્વારા સમાજને ઉન્નત કર્યો છે.

સોમૈયા ઇન્સટીટ્યુટ ઓફ ધર્મ સ્ટડીઝના સહાયક પ્રોફેસર ડૉ. રુદ્રાક્ષ સાકરીકરે જણાવ્યું હતું કે,

જ્ઞાન માત્ર શબ્દોની અનુભૂતિથી નહીં પરંતુ શાસ્ત્રોમાં દર્શાવેલા ગુણો ધરાવતા ગુરુના જીવન પરથી મળે છે.

પ્રો.ડૉ. નરેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે,

ભગવાનના સ્વરૂપ ભૂત સંતની પ્રાપ્તિથી શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર પઠનથી જે નથી જાણી શકાતું તે સંતોના દર્શનથી પ્રાપ્ત થાય છે. ‘પ્રમુખસ્વામી મહારાજ’ આ શબ્દનું ચિંતન કરતાં તેમાં વ્યાપકતાનો ભાવ જોવા મળે છે. ભગવાનની કૃપા સિવાય કંઇ ન ઇચ્છતા અને બધાને હરિભજનમાં પ્રવૃત કરતાં પ્રમુખસ્વામી મહારાજમાં શ્રીમદભાગવતમાં વર્ણવેલ તમામ ગુણોના દર્શન થાય છે.

સમાપન સત્રના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મુંબઇ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી તથા એટલાસ સ્કિલટેકના વર્તમાન કુલપતિશ્રી શ્રી રાજન વેલુકરે સૌ પ્રથમ આર્ષ શોધ સંસ્થાનની આ પ્રવચનમાળાના 25 વર્ષ પૂર્ણ થયા છે તેને અને અને જેઓના કારણે 25 વર્ષ થયા છે તે સૌને અભિનંદન પાઠવ્યા હતા. પ્રકાશ રૂપી દર્પણ આપણને અભિમાન અને અહંકારથી દૂર રાખે છે. જે જ્ઞાન પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતો દ્વારા પ્રાપ્ત થાય છે.

મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશ સ્વામીએ જણાવ્યું કે,

વિશ્વની સૌથી વ્યવસ્થાપિત શિક્ષણ પદ્ધતિ ભારતની છે. દશ હજાર વર્ષ પહેલાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા ભારતીય શાસ્ત્રોમાં દર્શાવી છે, તે વૈદિક પ્રણાલીને અવિરત ચાલુ રાખવા માટે પ્રમુખસ્વામી મહારાજે આર્ષ શોધ સંસ્થાનની સ્થાપના કરી છે. સમગ્ર વિશ્વમાંથી સારા વિચારો મેળવવાની ભાવનાથી આવા ત્રૈમાસિક પ્રવચનોની શરૂઆત પણ તેમની પ્રેરણાથી 1997 થી થઇ હતી. જેનું આજે 100 મું (શતક) પ્રવચન પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યું છે.

આર્ષના નિયામકશ્રી, પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે,

સને 1997થી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શરૂ થયેલ આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળામાં અત્યાર સુધીમાં વિવિધ વિષયો પર થયેલા 99 પ્રવચનો થયા છે તેની સ્મૃતિ સ્લાઈડશોના માધ્યમથી કરાવી હતી. આર્ષ દ્વારા અત્યાર સુધીમાં આ પ્રવચનોને આવરી લેતી એમ.પી.-3ના 12 ભાગ પણ પ્રકાશિત થયેલા છે. તમામ પ્રવચન સંસ્થાની અક્ષર અમૃતમ્ એપ ઉપર ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક અંશો પણ વીડીયોના માધ્યમથી રજૂ કર્યા હતા.

પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાના 100 માં પ્રવચન નિમિત્તે ગૌરવ અનુભવતા આશીર્વાદ સહ પ્રસંગોચિત વાત કરતાં પૂ. મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે,

શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનુ જ્ઞાન પ્રવતાવી ખૂબ મોટું કાર્ય કર્યુ છે. તેમણે મંદિરોમાં મૂર્તિમંત અક્ષરપુરુષોત્તમ મહારાજને પધરાવ્યા છે. સંતોને ઉચ્ચ અભ્યાસ કરાવી તે જ્ઞાન વિશ્વમાં પ્રસરાવ્યું છે. અને આ જ્ઞાન પ્રવતાવવા માટે આર્ષ શોધ સંસ્થાનની સ્થાપના પ્રમુખસ્વામી મહારાજે કરી છે. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન કલ્પના લાગે પરંતુ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને તત્વ આ પૃથ્વી પર અવતર્યા છે, આપણા જેવા થયા છે, આપણી સાથે રહ્યા છે.

શાસ્ત્ર સંબંધિત સંશોધન આગળ ચાલે તેથી આર્ષની સ્થાપના થઇ તેની એક પ્રવૃત્તિ પ્રવચનમાળા જે એકધારી 25 વર્ષથી ચાલે છે તે મોટી વાત છે. તેની પાછળ બળ છે પ્રમુખસ્વામી મહારાજનું. આ પ્રવૃત્તિમાં શ્રુતિપ્રકાશ સ્વામી અને અન્યનો બહુ મોટો પુરુષાર્થ છે. હવે તો વિશ્વના બધા ખંડોમાં શોધ કેન્દ્રો ચાલું થયા છે તેથી શાસ્ત્ર સંબંધિત શોધ સંશોધનની પ્રવૃત્તિ ખૂબ આગળ વધશે તેવા આશીર્વાદ પાઠવ્યા.

આમ, આર્ષ, અક્ષરધામ, ગાંધીનગર, દ્વારા સ્વામિનારાયણ મંદિર, મુંબઇ ખાતે આર્ષ ત્રૈમાસિક પ્રવચન શતક સમારોહની વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં આમંત્રિતો તેમજ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સત્રનું વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમનું સંચાલન શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને સભાના અંતમાં પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આભારવિધિ કર્યો હતો.

Gallery

Bhagwan Swaminarayan and Aksharbrahma Gunatitanand Swami

Children recite scriptural passages in Swamishri’s daily puja

Swamishri lights the inaugural lamp for the 100th Quarterly AARSH Seminar

Swamishri sanctifies certificates, files and pens

Shri Harikrishna Maharaj and Shri Gunatitanand Swami with an i-card

Swamishri blesses the seminar

Senior sadhus, sadhus and invited guests with Swamishri on the stage

Shri Harikrishna Shashtri anchoring the seminar

Pujya Kothari Swami and invited guests on the stage during the seminar

Atmatruptdas Swami addresses the seminar

Pujya Viveksagardas Swami and sadhus on the stage during the seminar

Shri Prakash Pathak addresses the seminar

Shri Prakash Pathak addresses the seminar

Swamishri during the seminar

Shri Rajan Velukar addresses the seminar

Menu