Diploma in the Śrīmad Bhagavad Gītā with the Svāminārāyaṇa Bhāṣya

અભ્યાસક્રમ

સનાતન હિંદુ સંસ્કૃતિનો એક આધારસ્તંભ એટલે આપણાં શાસ્ત્રો. ઉપનિષદ, શ્રીમદ્ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર, મહાભારત, રામાયણ જેવાં જ્ઞાનના ભંડારસમાં શાસ્ત્રો આપણી અમૂલ્ય વિરાસત છે. જેમાનું એક શાસ્ત્ર એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે પ્રગટેલી શ્રીમદ્ભગવદ્ગીતા. આ શાસ્ત્ર વ્યક્તિશાંતિથી વિશ્વશાંતિની ચિંતનધારા છે, તત્ત્વજ્ઞાન અને જીવનને સમરસ બનાવતું અધ્યાત્મમંથન છે, જીવદશામાંથી બ્રહ્મદશામાં રૂપાંતરિત કરતું દિવ્ય રસાયણ છે, વિષાદને પ્રસાદમાં પલટાવતી શક્તિની ખાણ છે.

ભારતીય સંસ્કૃતિના પોષક શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય વગેરે પ્રાચીન આચાર્યો તથા અનેક અર્વાચીન વિદ્વાનોએ આ શાસ્ત્ર પર ગહન મનનસભર સાહિત્યની ભેટ આપી છે. પ્રમુખસ્વામી મહારાજના આદેશથી વર્તમાનકાળે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશસ્વામીએ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન આધારિત શ્રીમદ્ભગવદ્ગીતા પર ભાષ્ય રચીને આ ચિંતનની ધારાને આગળ વધારી છે. આ ભાષ્યને અનુસરીને શ્રીમદ્ભગવદ્ગીતાના રહસ્યને પામવાનો એક અવસર એટલે ‘Diploma in the Śrīmad Bhagavad Gītā with the Svāminārāyaṇa Bhāṣya’  અભ્યાસક્રમ.

આ અભ્યાસક્રમમાં પ્રાપ્ત થશે

  • શાસ્ત્રીય પદ્ધતિથી શ્રીમદ્ભગવદ્ગીતા અને તેના વિવિધ વિષયોનો અભ્યાસ.
  • શ્રીમદ્ભગવદ્ગીતાના આધારે અક્ષરપુરુષોત્તમ દર્શનનું અધ્યયન કરવાનો અમૂલ્ય અવસર.
  • ભગવદ્ગીતાના મહત્ત્વના શ્લોકો પર રસપ્રદ મનન મહોત્સવ.
  • ગીતાજ્ઞાનને જીવનપદ્ધતિ બનાવવાનો અનોખો ઉપાય.
  • સાધુતા અને વિદ્વત્તાસંપન્ન સંતો તથા અનુભવી અધ્યાપકોનું માર્ગદર્શન.

પ્રસ્તુતકર્તા

BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી

ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ સમગ્ર વિશ્વફલક પર લહેરાવ્યો છે. સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય સંકુલમાં જ તેઓએ સમગ્ર વિશ્વના જ્ઞાનપિપાસુઓ માટે ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન’ ની સ્થાપના કરી છે, જ્યાંથી સનાતન વૈદિક જ્ઞાનના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન થઈ રહ્યું છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણા તથા આશીર્વાદથી આ અભ્યાસક્રમનો આરંભ ‘BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, નવી દિલ્હી’થી થઈ રહ્યો છે.

પ્રતિભાવ

સામાન્ય માન્યતા એવી છે કે શાસ્ત્રોને સમજવાં ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અનુભવ આનાથી જુદો છે. તેમણે આ ગીતાજ્ઞાનને અભ્યાસના વર્ગો દ્વારા ખૂબ જ સરળતાથી અનુભવ્યું છે.

અહીં વિદ્યાર્થીઓના કેટલાક અનુભવો પ્રસ્તુત છે.

અભ્યાસ પદ્ધતિ

આ અભ્યાસક્રમમાં દર અઠવાડિયે ત્રણ વર્ગો ઓનલાઈન માધ્યમથી અપલોડ કરવામાં આવશે, જે આપના અનુકૂળ સમયે જોઈ શકાશે. દર રવિવારે લાઈવ ક્લાસમાં સમૂહ ગોષ્ઠી તથા પ્રશ્નોત્તરીનો લાભ પ્રાપ્ત થશે. સમયાંતરે અભ્યાસક્રમના આધારે આંતરિક પરીક્ષાનું આયોજન થશે તથા સ્વાધ્યાયકાર્ય(ઍસાઈન્મેન્ટ) લખવાનાં રહેશે.

અભ્યાસક્રમના વિભાગ

વિભાગ 1અધ્યાય 1 થી 6

વિભાગ 2અધ્યાય 7 થી 12

વિભાગ 3અધ્યાય 13 થી 18


અભ્યાસની સામગ્રી

વિડિયો વર્ગ
વિડિયો વર્ગ
અભ્યાસક્રમ સાહિત્ય
અભ્યાસક્રમ સાહિત્ય
સંદર્ભ સાહિત્ય
સંદર્ભ સાહિત્ય
પ્રશ્નસંપુટ
પ્રશ્નસંપુટ
આંતરિક પરીક્ષા
આંતરિક પરીક્ષા

પરીક્ષા પદ્ધતિ

કુલ ત્રણ વિભાગ પ્રમાણે વિવિધ પરીક્ષાઓ આપવાની રહેશે. પ્રત્યેક વિભાગના મૂલ્યાંકનમાં 30 ગુણ સ્વાધ્યાયકાર્ય (ઍસાઈન્મેન્ટ) અને આંતરીક પરીક્ષાના આધારે રહેશે તથા 70 ગુણ વાર્ષિક પરીક્ષાના આધારે રહેશે. આંતરિક તેમજ વાર્ષિક પરીક્ષા બહુવૈકલ્પિક પ્રશ્નો(MCQs) પદ્ધતિથી ઓનલાઇન માધ્યમથી લેવામાં આવશે. પરીક્ષાની ભાષા ગુજરાતી રહેશે. સ્વાધ્યાયકાર્ય(ઍસાઈન્મેન્ટ) ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃત ભાષામાં લખી શકાશે.

સંદેશાવ્યવહારની પદ્ધતિ

અભ્યાસક્રમ માટે સંદેશાવ્યવહાર પ્રાયઃ આ અભ્યાસક્રમ માટે બનાવેલા ટેલિગ્રામ ગૃપ દ્વારા રહેશે. ટેલિગ્રામ ગૃપ દ્વારા અભ્યાસક્રમની અપડેટ્સ, મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ અને સૂચનાઓ જણાવવામાં આવશે. આ ટેલિગ્રામ ગૃપનો હેતુ એ છે કે તમામ વિદ્યાર્થીઓ સરળતાથી સંદેશાઓ મેળવી શકે અને મહત્ત્વપૂર્ણ માહિતીથી સતત અવગત રહી શકે. અંતિમ પરીક્ષાઓ જેવા મુખ્ય પ્રસંગો સંબંધિત સૂચનાઓ ઈ-મેઈલ દ્વારા પણ પહોંચાડવામાં આવશે.

પ્રમાણપત્ર

અભ્યાસક્રમના પ્રત્યેક સત્ર બાદ વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીને BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન દ્વારા અભ્યાસ પૂર્ણ થયા બાદ ઓનલાઈન પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 50% ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે. 90%, 80% તથા 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ક્રમશઃ વિશેષ યોગ્યતા, પ્રથમ શ્રેણી તથા દ્વિતીય શ્રેણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.

અભ્યાસક્રમમાં જોડાવા માટેની યોગ્યતા

  • 18 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા કોઈપણ વ્યક્તિ આ અભ્યાસક્રમમાં પ્રવેશને પાત્ર છે.
  • પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા વિદ્યાર્થી ધોરણ 12 કે તેની સમકક્ષમાં ઉત્તીર્ણ હોવા અનિવાર્ય છે.

અભ્યાસક્રમની પૂર્ણતા માટે આવશ્યક બાબતો

વિદ્યાર્થીએ પ્રત્યેક વર્ગની વિડીયો જોવી અને અભ્યાસસાહિત્યનું પઠન કરવું. પ્રત્યેક સપ્તાહમાં થતા લાઈવ વર્ગોમાં ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે. દરેક વિભાગના અંતે વિભાગીય પરીક્ષા આપવી તથા અભ્યાસક્રમના અંતે અંતિમ પરીક્ષા આપીને 50% થી વધુ ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે.

પ્રવેશ પ્રકિયા

ફોર્મ ભરવું

ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવું.

ફી ભરવી*

પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અભ્યાસક્રમની ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકશે.

કોર્સ શરૂ કરો

ફી ભર્યાની ખાતરી થયા બાદ આપ અભ્યાક્રમમાં જોડાઈ જશો.

આ કોર્સમાં જોડાવા માટેની નોંધણી હાલમાં બંધ છે.
આગામી અભ્યાસક્રમ જૂન ૨૦૨૫માં શરુ થશે.
આગામી અભ્યાસક્રમમાં જોડાવા માટેની નોંધણી મે ૨૦૨૫માં શરું થશે.

*આ અભ્યાસક્રમની ફી અપ્રતિદેય (Non-Refundable) છે.

આ કોર્સ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે. રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ ૨૯ મે, ૨૦૨૪ છે.

આ કોર્સ ૩ જુન, ૨૦૨૪થી શરૂ થશે.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.

સંપર્ક

આ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો અથવા અભ્યાસક્રમ અંગે કોઈ પ્રશ્ન તથા કોઈ ટેક્નિકલ મદદને ઇચ્છતા હો તો [email protected] પર સંપર્ક કરવો અથવા રજીસ્ટ્રેશન પેજ પર  Help Desk ની મદદ લેવી.
Menu