BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને પ્રાપ્ત થયો વિજયપદ્મ એવોર્ડ

આજના યુવાવર્ગમાં શ્રીમદ્ ભગવદ્ગીતાનું જ્ઞાન વૃદ્ધિ પામે તે હેતુથી અમદાવાદ સ્થિત એલ.ડી. આર્ટસ કોલેજ દ્વારા તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ પંદરમા “ગીતા જયંતી મહોત્સવ”નું આયોજન થયું હતું. આ મહોત્સવમાં ૧૪ કોલેજોમાંથી ૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ૨ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા. તેમાં તપનભાઈ ભાવસારે પ્રથમ ક્રમાંક તથા હર્ષભાઈ  ક્યાડાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તમામ કૉલેજોમાંથી જે કોલેજના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન હોય તે કોલેજને દર વર્ષે ‘શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ’ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે વિજયપદ્મ એવોર્ડ BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુર ને પ્રાપ્ત થયો હતો. આમ, આ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ શાસ્ત્રજ્ઞાન તથા કળા-કૌશલ્યના ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી સનાતન સંસ્કૃતિ તથા સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે.

Gallery

Menu